મોરબી : મોરબી નગરપાલિકા ખાતે ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આજે તા. 26ના રોજ કોમ્યુનીટી હોલ ખાતે દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત સ્વરોજગાર ઘટક હેઠળ ધંધા રોજગાર હેતુ બેન્ક લોન મેળવેલ વ્યકિતગત અને ગ્રુપ લોનના 70થી 80 જેટલા તાલીમાર્થીઓ માટે ઇ.ડી.પી. તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિષય નિષ્ણાતો મારફત ઔધોગિક તકો અને ઉદ્યોગ પસંદગીના મહત્વના પાસાં તેમજ બજાર સંશોધન અને સર્વેક્ષણ તેમજ માર્કેટિંગ મેનેજમેન્ટ અને વેચાણની પ્રયુક્તિઓ તેમજ બેંક ધિરાણ અને ભરપાઈના લાભાલાભ જેવા વિષયો પર તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં એન.યુ.એલ.એમ. ટીમ તથા દિવ્ય જયોતિ ગ્રામ વિકાસ કેળવણી મંડળ-મોરબી દ્વારા આયોજન તથા સંચાલન હાથ ધરવામાં આવેલ હતું.