એક શખ્સ સામે માર મર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ વાંકાનેર : વાંકાનેરમાં જૂની ભાગીદારીના બાકી હિસાબ મામલે પેટ્રોલપંપના ધંધાર્થીને ફડાકા મારી દીધા હોવાનો બનાવ સામે આવ્યો છે. જેમાં એક શખ્સ સામે માર મર્યાની વાંકાનેર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી વાસુદેવભાઇ નથુભાઇ સરસાવાડીયા (ઉ.વ-૪૫, ધંધો-પેટ્રોલપંપ તથા ખેતી, રહે. મુળ -લુણસર, તા-વાંકાનેર, હાલ-મોરબી, રવાપર રોડ, વાસ્તુટાવર, બ્લોક નં-૬૦૨, ઓમ પાર્ટી પ્લોટની સામે) એ આરોપી વિરેંન્દ્રભાઇ ઉર્ફે વશરામભાઇ હરજીવનભાઇ ધોરીયાણી (રહે-હાલ મોરબી, રવાપર રોડ, પ્રમુખ સોસાયટી, મુળ રહે-લુણસર, તા-વાંકનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૪ ના રોજ લુણસર ગામની સીમ રિલાયન્સ પેટ્રોલપંપ ઉપર ફરીયાદીને આરોપીના ભત્રીજા સાથે જુની ભાગીદારીનો હીસાબ કીતાબ કરવાનો બાકી હોય જે હીસાબ કરવા બાબતે ફરિયાદી સાથે ઝગડો કરી જેમફાવે તેમ બીભત્સ ગાળો આપી કાઠલો પકડી એક ઝાપટ મારી હતી. આ બનાવની ફરિયાદને પગલે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.