મોરબી : હાલમાં 60 વર્ષથી વધુ ઉંમરની વ્યક્તિઓ અને બિમારી ધરાવતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના વાયરાની રસી આપવામાં આવી રહી છે. ત્યારે રામનગર (ખારચિયા) ગામમાં રામજી મંદિરે સરપંચ નરભેરામભાઈ ઠોરિયાની ઉપસ્થિતિમાં ગામના લોકોને કોરોના રસી મુકવામાં આવી હતી. આમ, રામનગર (ખારચિયા) ગામના લોકોએ કોરોના સામે રક્ષણ મેળવવા વેક્સિન મુકાવી હતી.