મોરબી : હાલ મોરબી અને સમગ્ર ગુજરાતમાં કોરોનાએ માથું ઊંચક્યું છે. આથી, દિવસેને દિવસે કોરોના કેસની સંખ્યા વધતી જાય છે. ત્યારે મોરબીની નજીક આવેલ શિવનગર ગામનો બગીચો હાલ બંધ કરવાનો નિર્ણય લીધેલ છે. જે અંતર્ગત ગામમાં કોરોના કેસ નથી પરંતુ મોરબી અને અન્ય જગ્યાએથી લોકો આ બગીચામાં આનંદ કરવા આવતા હોય છે ત્યારે કોરોનાની સંકટ ગામમાં ન રહે તથા કોરોના પ્રસરે નહીં તે હેતુથી આ બગીચો બંધ કર્યો છે. જેની સર્વે લોકો નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.