મોરબી : મોરબીમાં પોલીસે ધુળેટી પર્વ ઉપર ખાસ દારૂની બદી નાબૂદ કરવા માટે ખાસ ડ્રાઈવ કરીને બુટલગેરો ઉપર તવાઈ ઉતારી હતી. જેમાં પોલીસે વધુ બે સ્થળોએ દરોડો પાડીને વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી લીધો હતો. જ્યારે બીજો આરોપી હાથમાં ન આવતા તેની સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે બાતમીના આધારે આરોપી સદામ અનવરભાઇ પાયક (રહે.જોન્સનગર, શેરી નં.૮, મોરબી) ના રહેણાંક મકાને દોરડો પડ્યો હતો. પોલીસે એ મકાનમાંથી વિદેશી દારૂ ફાઇન દરબારી રેર વ્હીસ્કી ફોર સેલ ઇન મહારાષ્ટ્ર ઓન્લીની કાચની ૭૫૦ એમ.એલ ની બોટલ નંગ.૨૪ કિ.રૂ.૭૨૦૦ તથા રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કીની કાચની કંપની સીલબંધ બોટલ નંગ.૧૮ કિ.રૂ.૯૩૬૦ નો મળી કુલ બોટલ નંગ-૪૨ કિ.રૂ. ૧૬૫૬૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આરોપી હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી.લેવા તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસે ગઈકાલે બાતમીના આધારે પંચાસર ગામ પાસે આરોપી ધર્મેન્દ્રસિહ વસરૂભા ઝાલા (ઉ.વ.૪૩, ધંધો-ખેતી, રહે.પંચાસર,મોરબી) ને સ્પલેન્ડર પ્લસ રજી.ન.જી.જે.૩૬ H.૨૫૦૦ વાળાના થેલામાં મેગડોલ નં.વન સુપીરીયર વીહીસ્કી લખેલ ૭૫૦ એમ.એલ ના માપની કાચની કંપની શીલ બે બોટલની કિ.રૂ.૬૦૦ ની સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.