મોરબી : કોરોનાના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે ત્યારે કોરોનાથી બચવા વેક્સિનેશન ખુબ જરુરી છે. ત્યારે કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા કોરોનાની રસી મુકાવવી જરુરી છે. આથી, આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મોરબી જીલ્લામાં કોવિડ-19 વેક્સિનેશનની કામગીરી પુરજોશમાં ચાલુ છે. ત્યારે મોરબી જીલ્લા ભાજપ દ્વારા સાસંદ મોહનભાઇ કુંડારીયાની અધ્યક્ષતામાં લાલપર ગામે કોરોના રસીકરણ કેમ્પનુ આયોજન કરવામા આવેલ છે. આ કેમ્પ આવતીકાલે તા. 27ને શનિવારના રોજ સવારે 9:00થી 5:00 વાગ્યા સુધી બહુયર માતાજી મંદિર ખાતે યોજાશે. રસી મુકાવવા આવનારે આધારકાર્ડની નકલ લાવવી જરૂરી છે. આ વેક્સિનેશન કેમ્પનો પ્રારંભ સાસંદ મોહનભાઇ કુંડારીયા દ્વારા સવારે 9:00 વાગ્યે દિપ પ્રાગ્ટયથી કરાશે. આ તકે જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા, રાઘવજીભાઇ ગડારા, જીલ્લા પંચાયત સભ્ય હીરાભાઇ ટમારીયા, તાલુકા પંચાયત પ્રમુખ કાનજીભાઇ ચાવડા, રાકેશ કાવર, વિશાલ ઘોડાસરા, ધનજીભાઇ દંતાલીયા, બચુભાઇ ગરચર, જીજ્ઞેશ કૈલા, જયંતિભાઇ પડશુંબીયા, દિપક મોડીયા, ગોરધનભાઇ વગેરે ઉપસ્થિત રહેશે. આ વેકિસનેશન કેમ્પમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને બિમારી ધરાવતા 45 વર્ષથી વધુ વયના તમામ લોકોને જોડાવવા ભાજપ પરીવાર દ્વારા યાદીમાં અપીલ કરવામાં આવી છે.