મોરબી: નવી નક્કોર ક્રેટા કારમાં નશો કરેલી હાલતમાં અન્યોની જિંદગી જોખમાય એ રીતે ડ્રાઈવિંગ કરી રહેલા શખ્સ સહિત ત્રણ સામે મોરબી એ. ડિવિઝન પોલીસે ગુન્હો નોંધી કાર જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એ. ડિવિઝન પોલીસ સ્ટે.વિસ્તારની હદમાં આવતા જેલ ચોકમાંથી બેફામ સ્પીડમાં પસાર થઈ રહેલી નંબર વગરની ક્રેટા કારને અટકાવી કારમાં બેસેલા શખ્સોને ચેક કરતા ત્રણેય શખ્સો નશાની હાલતમાં હોય પોલીસે ત્રણેય સામે અલગ અલગ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબીના જેલચોકમાંથી ઝડપાયેલી ક્રેટા કાર લાઇસન્સ વગર તથા નશો કરેલી હાલતમાં ચલાવતા મુસ્તાક આદમભાઈ કટિયા ઉં.વ. 31 (રહે. હાલ. સમર્પણ હોસ્પિટલ પાછળ, ગાયત્રી નગર 1, મોરબી) સામે મોટર વ્હિકલ એક્ટની કલમ 185, 3, 181 મુજબ તથા રિયાઝ રફીકભાઈ કટિયા ઉં.વ. 19 અને સિકંદર જાનમામદ કટિયા ઉં.વ. 23 (રહે. ત્રણેય મૂળ. માળીયા, વગાડીયા ઝાંપા પાસે, સંજરી પાનની બાજુમાં) સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર કબ્જે કરી છે. એ.ડીવી. પો. સ્ટે.ના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે.એમ.મિયાત્રા ઉક્ત કેસની તપાસ ચલાવી રહ્યા છે.