માટલાનાં વેચાણથી અનેક પરિવારોનું ચાલે છે ગુજરાન વાંકાનેર : ગ્રીષ્મ ઋતુનું આગમન થતાં જ માર્ગો પર દેશી માટલાનું વેચાણ થતું જોવા મળે છે. વાંકાનેરમાં અનેક કુંભાર કારીગરો વસે છે. અહીં આખો કુંભારપરા વિસ્તાર છે. જ્યાં અનેક કુંભાર કારીગરો વસે છે. માટલા, તાવડી, નવરાત્રી દરમ્યાન કલાત્મક ગરબા બનાવે છે. ઉનાળા દરમ્યાન માટીનાં દેશી માટલાનું ઉત્પાદન કરવામાં આવે છે, અને ઠેર-ઠેર દેશી માટલાનું વેચાણ થતું જોવા મળે છે. ધોમધખતા તાપ વચ્ચે દેશી માટલાની હજુ પણ માંગ રહે છે. વાંકાનેરનાં દેશી માટલાની બહાર પણ નિકાસ થાય છે. એકંદરે સિઝન અનુરૂપ માટીની વિવિધ ચીજ વસ્તુઓ બનાવી - વેચાણ કરી અનેક કુંભાર કારીગરોનું ગુજરાન ચાલે છે.