મોરબી : મોરબીમાં પોલીસે ગઈકાલે બાતમીના આધારે બે સ્થળે તીનપતિનો જુગાર રમતા છ શખ્સોને ઝડપી લીધા હતા અને પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના કબીર ટેકરી રામદેપીરના ચોકમાં જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતિનો નશીબ આધારીત જુગાર રમતા મુસ્તાકભાઇ આમદભાઇ ગાલબ, નિજામભાઇ સલીમભાઇ મોવર, કાસમભાઇ ઉર્ફે ટબી સીદીકભાઇ લાખાણીને કુલ રોકડા રૂ.૧૫,૩૦૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બે આરોપીઓ હાજીભાઇ મુસાભાઇ ખુરેશી અને સલીમભાઇ હાજીભાઇ ખુરેશી ફરાર થઈ ગયા હતા. તે ઉપરાંત બીજા બનાવમાં પોલીસે મોરબીના વાવડી રોડના નાકે કપીલા હનુમાન મંદીર પાસે જાહેરમા ગંજી પતાના પાના વડે પૈસાની હારજીતનો તીનપતીનો નશીબ આધારીત જુગાર રમતા જાવીદશા રસુલશા શાહમદાર, વિપુલભાઇ કાનાભાઇ ગરીયા, યુસુફશા કરીમશા શાહમદારને કુલ રોકડા રૂ. ૧,૮૫૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.