માળીયા (મી.) : મોરબી જિલ્લાના માળિયા તાલુકાની મોટા દહીંસરા કન્યા પ્રાથમિક શાળાની ધોરણ 5ની વિદ્યાર્થિની ચાવડા ગ્રીસા રણધીરભાઈએ તાજેતરમાં લેવાયેલી બાલાચડી સૈનિક સ્કૂલની પરિક્ષા 152 માર્ક સાથે પાસ કરી અને મેરીટ લિસ્ટમાં કવોલિફાઇડ થયેલ છે. તેમનો ક્રમ નંબર 840 છે. જે બદલ શાળા પરિવાર હર્ષ અને ગર્વની લાગણી અનુભવે છે. તેમજ ગ્રીસા ખૂબ પ્રગતિ કરે તેવી આચાર્ય રવિભાઈ ધ્રાંગા તેમજ કન્યા શાળાનો શિક્ષકગણ એ તેમને શુભકામનાઓ પાઠવેલ છે.