પરિણીતાએ રાજકોટ રહેતા પતિ સહિતના સાસરિયા સામે ફરિયાદ નોંધાવી મોરબી : રાજકોટ સાસરું ધરાવતી મોરબીની પરિણીતાને ઘરખર્ચના પૈસા આપવા મામલે પતિએ ઝાપટ ચડાવી મારકુટ કરતા પરિણીતાએ પતિ સહિતના સાસરિયા સામે ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાતા આ બનાવની આગળની તપાસ મહિલા પોલીસે હાથ ધરી છે. આ બનાવની મોરબીના મહિલા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી કીંજલબેન દર્શીતભાઇ ચૌહાણ (રહે. સાધુ વાસવાણી રોડ, ગોલ્ડન સુપર માર્કેટ સામે, ક્રીષ્ના પાર્ક -૧, રાજકોટ હાલ રહે. પંડીત દિન દયાલ આવાસ યોજના, કામધેનુ પાર્ટીપ્લોટ પાછળ, કંડલા બાયપાસ રોડ, મોરબી) એ તેના પતિ દર્શીતભાઇ રાજેશભાઇ ચૌહાણ તથા સસરા રાજેશભાઇ ચૌહાણ સસરા, સાસુ પારૂલબેન રાજેશભાઇ ચૌહાણ અને દિયર હિતેનભાઇ રાજેશભાઇ ચૌહાણ (રહે. બધા સાધુ વાસવાણી રોડ ગોલ્ડન સુપર માર્કેટ સામે ક્રીષ્ના પાર્ક – ૧ રાજકોટ) સામે ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીને આરોપીઓએ ઘરખર્ચના પૈસા નહી આપી અવાર- નવાર ફરીયાદીને શારીરિક માનસીક દુ:ખ ત્રાસ આપી તેમજ ગઈ તા. ૧૬/૧૨/૨૦૨૦ ના રોજ આરોપી પતિએ ફરીયાદીના સાસરિયાના કહેવાથી ફરિયાદીને ઝાપટ મારી ફરીયાદીને શારીરિક માનસીક દુ:ખ ત્રાસ આપ્યો હોવાની ફરિયાદ નોંધાવી છે. એ બનાવની અગાઉ થયેલી અરજીના આધારે પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.