મોરબી : મોરબી તાલુકા પોલીસ દ્વારા મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે નેશનલ હાઇવે રોડ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ હ્યુન્ડાઇ આઇ-20 કાર સાથે બે ઇસમોને પકડી પાડવામાં આવ્યા છે. આજે મોરબી તાલુકા પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે પહોંચતા નેશનલ હાઇવે રોડ ઉપર એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-20 કાર શંકાસ્પદ લાગી હતી. આથી, પોલીસે તેને રોકવા જતા ઇસમો કાર લઇ ભાગવા જતા હતા. આથી, પોલીસે તેનો પીછો કરી કારને આંતરી ઉભી રખાવી હતી. અને કાર ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલોનો જથ્થો મળી આવ્યો હતો. આ કેસમાં પોલીસ દ્વારા ભારતીય બનાવટની મેકડોવેલ્સ નં-01 સુપીરીયર વ્હીસ્કીની કાચની કંપની શીલ પેક બોટલ નંગ-203 (કિં.રૂ. 76,125) તથા એક હ્યુન્ડાઇ કંપનીની આઇ-20 કાર રજી.નં. GJ-13-NN-7216 (કિં.રૂ. 3,00,000) મળી કુલ રૂ. 3,76,125નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ પોલીસે ઇસમો ધર્મેશભાઇ ચંદુભાઇ બરાસરા, મહેન્દ્રભાઇ ભરતભાઇ પાટડીયા અને માલ મોકલનાર ગણેશભાઈ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.