વોલ ટાઇલ્સ એસોસિએશનના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા યથાવત : ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી મોરબી : મોરબી સિરામિક એસોસિએશનના વોલ ટાઇલ્સ પ્રમુખ તરીકે નિલેશભાઈ જેતપરિયા રિપીટ થયા છે. જ્યારે વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારિયાની સર્વાનુમતે નિમણૂક થઈ છે જયારે ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી થતા ત્રણેય પ્રમુખોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે. વિશ્વ પ્રસિદ્ધ સિરામિક ક્લસ્ટર મોરબીને આભની ઉંચાઈએ લઈ જવા માટે કટિબદ્ધ મોરબી સિરામિક એસોસિએશનના અલગ - અલગ ત્રણ ડિવિઝનમાં પ્રમુખ પદની મુદત પૂર્ણ થતાં નવા પ્રમુખની વરણી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વોલ ટાઇલ્સ એસોસિએશનનાના પ્રમુખ પદે નિલેશભાઈ જેતપરિયા સર્વાનુમતે રિપીટ થયા છે, તો વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ પદે મુકેશભાઈ કુંડારિયાની સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. જયારે ફ્લોર ટાઇલ્સ ડિવિઝનના પ્રમુખપદે વિનોદભાઇ ભાડજાની વરણી થતા ત્રણેય પ્રમુખોને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે. મોરબી સિરામીક એશોસીએસનના વિટ્રીફાઇડ ડિવિઝનના પ્રમુખ તરીકે છેલ્લા એક દસકાથી જેમને ટ્રેડ માટે દિવસરાત જોયા વગર કામ કરેલ તેવા મુકેશભાઇ કુંડારીયાની તેમજ ફલોરટાઇલ્સના પ્રમુખ તરીકે વિનોદભાઇ ભાડજાની બિનહરીફ વરણી થતા ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઇ રહી છે.ત્યાઉલ્લેખનીય છે કે, મુકેશભાઇ કુંડારીયા વોલટાઇલ્સમાં પણ છેલ્લા ૭ વરસથી ઉપપ્રમુખ તરીકે સેવા આપતા અને દરેક કામને કુનેહથી પુરા પાડવાની આવડત ધરાવે છે તેઓ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય મીનીસ્ટરો તેમજ ગુજરાતના મુખ્યમંત્રીઓ તેમજ નાયબ મુખ્યમંત્રીની સાથે ઘણા જ લોકોને ઉધોગોના પ્રશ્નો માટે રૂબરૂ મળેલ છે અને ગમે તે ચેલેન્જ વાળા કામ થઇ જ શકે તેવા ઉત્સાહ સાથે તેમને સેવા આપેલ અને પરીણામ સ્વરૂપે આજે વિટ્રીફાઇડમા પ્રમુખ તરીકે બિનહરીફ થયેલ ત્યારે આગામી સમયમા ટ્રેડના કામ કરવા અને વૈશ્વિક લેવલે કવાલીટી સાથે તાલ મિલાવવા નવા કાર્યો કરીને મોરબીના ઉધોગો માટે સેવા આપવા નવી જવાબદારી લીધેલ છે.