સોનામાં મિશ્ર વલણ : ક્રૂડ તેલ, બિનલોહ ધાતુઓમાં સાર્વત્રિક નરમાઈ: મેન્થા તેલમાં સુધારો: કપાસ, કોટન, સીપીઓ, રબરના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં ઘટાડો મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧૫૩૬૨૮ સોદામાં રૂ.૧૦૨૬૮.૭૪ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ચાંદીમાં ૩૦૪ ટનથી વધુના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં કિલોદીઠ રૂ.૬૩૨નો ઘટાડો થયો હતો. સોનાના વાયદાના ભાવમાં મિશ્ર વલણ હતું. તમામ બિનલોહ ધાતુઓ ઘટી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઢીલાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ અને રબરના વાયદાના ભાવમાં સીમિત રેન્જમાં ઘટાડા સામે મેન્થા તેલ સુધર્યું હતું. ઈન્ડેક્સ ફ્યુચર્સમાં કીમતી ધાતુઓનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો એપ્રિલ વાયદો ૧૪,૧૭૧ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૪,૧૯૮ અને નીચામાં ૧૪,૧૦૨ બોલાઈ, પ્રથમ સત્ર સુધીમાં ૯૬ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૪૦ પોઈન્ટ ઘટી ૧૪,૧૨૩ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો એપ્રિલ વાયદો ૧૩,૭૦૭ના સ્તરે ખૂલી, ઊપરમાં ૧૩,૭૩૪ અને નીચામાં ૧૩,૬૨૦ના મથાળે અથડાઈ ૧૧૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે ૧૦૨ પોઈન્ટ ઘીટ ૧૩,૬૫૫ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૭૮૬૦૦ સોદાઓમાં રૂ.૪૨૮૩.૬૬ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૮૯૨ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૮૯૭ અને નીચામાં રૂ.૪૪૬૮૧ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૮ ઘટીને રૂ.૪૪૭૩૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૫૯૪૨ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૫૦ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૦ ઘટીને બંધમાં રૂ.૪૪૭૪૧ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫૧૫૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૫૧૯૮ અને નીચામાં રૂ.૬૪૪૫૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૬૩૨ ઘટીને રૂ.૬૪૬૧૩ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૬૫૦ ઘટીને રૂ.૬૪૮૧૩ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૬૧૯ ઘટીને રૂ.૬૪૮૪૫ બંધ રહ્યા હતા.એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૧૯૦૯ સોદાઓમાં રૂ.૨૬૯૧.૧૫ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૧૮ અને નીચામાં રૂ.૪૩૫૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૯ ઘટીને રૂ.૪૩૮૮ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૨૮૩૮ સોદાઓમાં કુલ રૂ.૩૭૭.૫૯ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૭૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૮૩૦ અને નીચામાં રૂ.૨૦૬૭૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૦ ઘટીને રૂ.૨૦૭૭૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૩૦.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧.૬ ઘટીને બંધમાં રૂ.૧૧૩૧.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ એપ્રિલ વાયદો કિલોદીઠ રૂ.૯૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૮.૬ અને નીચામાં રૂ.૯૫૫ રહી, અંતે રૂ.૯૫૭.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૩૫.૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૩૬.૫ અને નીચામાં રૂ.૧૨૨૫ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩.૫૦ ઘટીને રૂ.૧૨૩૨ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરના વાયદાઓમાં એપ્રિલ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૯૨૫ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.૧૬,૯૯૦ અને નીચામાં રૂ.૧૬,૯૨૫ બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩ના ભાવઘટાડા સાથે રૂ.૧૬,૯૬૬ના સ્તરે બંધ થયો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૧૪૪૨ સોદાઓમાં કુલ રૂ.૨૩૦૬.૨૭ કરોડ ની કીમતનાં ૫૧૪૧.૯૦૨ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૭૧૫૮ સોદાઓમાં કુલ રૂ.૧૯૭૭.૩૯ કરોડ ની કીમતનાં ૩૦૪.૩૩૮ ટન, ક્રૂડ તેલમાં ૨૭૩૨૩ સોદાઓમાં રૂ.૧૭૨૦.૬૩ કરોડનાં ૩૯૨૦૮૦૦ બેરલ્સ, કોટનમાં ૧૨૫૬ સોદાઓમાં રૂ.૧૪૨.૫૬ કરોડનાં ૬૮૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૫૫૦ સોદાઓમાં રૂ.૨૩૨.૯૬ કરોડનાં ૨૧૨૯૦ ટન, મેન્થા તેલમાં ૧૫ સોદાઓમાં રૂ.૧.૬૫ કરોડનાં ૧૭.૨૮ ટન, રબરમાં ૧૦ સોદામાં રૂ.૧૬.૯૭ લાખનાં ૧૦ ટન, કપાસમાં ૭ સોદાઓમાં રૂ.૨૪.૬૪ લાખનાં ૪૦ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૯૧૦૩.૬૪૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૪૩.૭૧૩ ટન, ક્રૂડ તેલમાં ૫૮૪૧ બેરલ્સ, કોટનમાં ૨૭૦૪૦૦ ગાંસડી, સીપીઓમાં ૯૫૫૯૦ ટન, મેન્થા તેલમાં ૪૨.૧૨ ટન, રબરમાં ૩૨૪ ટન અને કપાસમાં ૯૬ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૦૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૮.૫ અને નીચામાં રૂ.૪૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૧.૫ અને નીચામાં રૂ.૨૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૪૩.૫ ખૂલી, ઊપરમાં રૂ.૬૪૩.૫ અને નીચામાં રૂ.૫૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૮૨ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૨૭૦.૫ અને નીચામાં રૂ.૧૯૨૪.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૩૩ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૭૭.૮ ખૂલી, ઊપરમાં રૂ.૨૦૩ અને નીચામાં રૂ.૧૬૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૯૦.૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૩૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૪૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૬ અને નીચામાં રૂ.૧૪૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૮.૯ બંધ રહ્યો હતો.