મોરબી: આંગણવાડી કેન્દ્ર અદેપર ખાતે તા. 25/03 ના રોજ 45 વર્ષથી ઉપરની વય લોકો માટે કોરોના રસીકરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આંગણવાડી વર્કર સોનલબેન કોંઢિયાએ ગામલોકોને કોરોનાની રસી લેવા જાગૃત કરી માહિતી આપી હતી. જેથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ રસીકરણ કાર્યક્રમને લોકો તરફથી ખુબજ સારો પ્રતિસાદ મળ્યો હતો. જેમાં સરપંચ ઘનશ્યામભાઈ ફેફર અને આરોગ્ય વિભાગ તરફથી નર્સ મનીષાબેન તેમજ ગોરધનભાઈએ સેવા આપી હતી.