મોરબી: આશરે સવા ત્રણ વર્ષ પૂર્વે મોરબીની સગીરાનું અપહરણ કરી ભગાડી જનાર શખ્સને મોરબીની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે મહારાષ્ટ્રના પુનાથી ભોગ બનનાર સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ 2018ની સાલમાં મોરબીની પખાલી શેરીમાંથી એક સગીરાનું અપહરણ થયું હતું. આ બનાવમાં સંડોવાયેલો આરોપી મંગેશ ઘનશ્યામરાવ વાઘબુદે (રહે. પુના, ચીખલી, મહારાષ્ટ્ર) ભોગ બનનાર સાથે ઉક્ત સ્થળે રહેતો હોવાની માહિતી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે પુનાથી આરોપીને ભોગ બનનાર સાથે શોધી કાઢ્યા હતા. બન્નેના કોવિડ ટેસ્ટ કરાવી આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.