મોરબી : ચંદ્રપુરની ભાટિયા સોસાયટી કુમાર શાળામાં ટીબી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ટીબી અંગેનું માર્ગદર્શન તાલુકા સુપરવાઈઝર માથકીયાભાઈ, સાપરાભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું. ઉપરાંત કોઠી પીએચસીના સુપરવાઈઝર દ્વારા પણ માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ વેળાએ ઉપસ્થિત રહેલા સૌનું ગામના આરોગ્ય કાર્યકર ગોપાલભાઈ દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું.