આગામી ચૈત્ર સુદ પૂનમનું આયોજન હવે પછી જાહેર કરાશે ટંકારા : સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ અને નકલંકધામ હડમતીયા સેવકગણને જણાવવાનું કે, હાલ વધી રહેલા કોરોના સંક્રમણને કારણે આગામી ફાગણ સુદ પૂર્ણિમા તા. 28 ને રવિવારના રોજ યોજાનાર પૂર્ણિમા ઉત્સવ તેમજ નારીશક્તિ વંદના કાર્યક્રમ અને મહાપ્રસાદનું આયોજન મોકૂફ રાખેલ છે. જેની દરેક જ્ઞાતિજનો તેમજ નારીશક્તિ વંદના કાર્યક્રમમાં સન્માનિત થનાર માતા-બહેનોને નોંધ લેવા જણાવાયું છે. તથા આગામી ચૈત્ર સુદ માસની પૂનમનું આયોજન જે તે સમય સંજોગને ધ્યાન લઈને જાહેર કરાશે તેમ મેહુલદાસજી બાપુ અને નકલંકધામ હડમતીયા સેવાયજ્ઞ સમિતિ દ્વારા જણાવાયેલ છે.