મોરબી : ધૈર્યરાજસિંહ રાઠોડ નામના બાળકની સારવાર માટે મોરબી જિલ્લામાં દાનની સરવાણી વહી રહી છે. ત્યારે મોરબીના ઓકે હેર ડ્રેસરના ગૌતમ સોલંકી અને હિરેન સોલંકી દ્વારા ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર માટે એક દિવસની કમાણી અર્પણ કરવામાં આવી છે. તેમજ ગ્રાહકોએ આપેલો ફાળો પણ ઓકે હેર ડ્રેસર દ્વારા ધૈર્યરાજસિંહને દાનમાં આપવામાં આવ્યો છે.