મોરબી : મોરબીમાં બાઈક ચાલકે સ્કૂટરને હડફેટે લેતા સ્કુટ પર સવાર દંપતીને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા એ ડિવિઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે ફરિયાદી ધર્મેશભાઈ જીવણભાઈ સુતરીયા (ઉ.વ.૩૫, ધંધો-વેપાર, રહે. મોરબી, અંજની પાર્ક સોસાયટી, આલાપ રોડ, શેરી નં-૫, વજેપર, મોરબી)એ યામાહા એફ ઝેડ મોટર સાયકલ રજી નં. GJ 36 P 0042 નો ચાલક સામે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૨૧ ના રોજ રવાપર રોડ, સ્વાગત હોલ પાસે રોડ ઉપર આરોપીએ પોતાના હવાલા વાળુ યામાહા એફ.ઝેડ મોટર સાયકલ રજી. નં.GJ-36-P-0042 ને પુર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના એક્ટીવા સાથે એકસીડન્ટ કરી પછાડી દઇ ફરીયાદીને જમણી સાઈડે છાતીની પાંસળીમાં તથા જમણા પગે ટચલી આંગણી પાસે ફેક્ચર સાથે ઈજા કરી તથા ફરીયાદીના પત્નિ સાહેદ હિપલબેનને જમણા પગે ઢીંચણમાં ફેક્ચર સાથે ઈજા કરી તથા માથામાં પાછળની જગ્યાએ ઈજા કરી તેમજ નાની મોટી ઇજાઓ કરી તેમજ શરીરે મુંઢ ઈજા કરીને આરોપી ફરાર થઈ ગયો હતો. આ બનાવની ફરિયાદ નોંધીને એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.