ક્રૂડ તેલમાં ૫૦ લાખ બેરલ્સના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ તમામ બિનલોહ ધાતુઓ વધી: કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલ, રબરમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ પ્રથમ સત્રમાં રૂ.૧૧૪૯૩ કરોડનું ટર્નઓવર મુંબઈ: એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં પ્રથમ સત્ર સુધીમાં ૧૭૪૭૯૨ સોદામાં રૂ.૧૧૪૯૩.૭૨ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે સુધારો હતો. તમામ બિનલોહ ધાતુઓ પણ વધી આવી હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં ૫૦ લાખ બેરલ્સથી વધુના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં પ્રત્યાઘાતી વૃદ્ધિ રહી હતી, જ્યારે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કપાસ, કોટન, સીપીઓ, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૮૭૫૬૦ સોદાઓમાં રૂ.૪૫૮૩.૫૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૮૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૪૮૭૯ અને નીચામાં રૂ.૪૪૭૦૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૫ વધીને રૂ.૪૪૭૪૧ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૫૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૫૯૪૬ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૫૪ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૯૪ વધીને બંધમાં રૂ.૪૪૭૩૦ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫૧૩૯ ખૂલી, ઊપરમાં રૂ.૬૫૬૩૧ અને નીચામાં રૂ.૬૫૦૫૮ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮૮ વધીને રૂ.૬૫૪૬૦ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૪૩૫ વધીને રૂ.૬૫૬૩૩ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૪૪૩ વધીને રૂ.૬૫૬૩૯ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૯૫૧૫ સોદાઓમાં રૂ.૩૧૭૧.૫૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૨૩૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૩૬૬ અને નીચામાં રૂ.૪૨૧૩ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૩ વધીને રૂ.૪૩૨૬ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૫૮૯ સોદાઓમાં કુલ રૂ.૪૫૭.૭૭ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૦૯૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૦૦૦ અને નીચામાં રૂ.૨૦૮૮૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૫૦ ઘટીને રૂ.૨૦૯૨૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૩૭.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮ ઘટીને બંધમાં રૂ.૧૧૨૭.૬ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૯૫૫ અને નીચામાં રૂ.૯૩૫ રહી, અંતે રૂ.૯૪૭.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૫૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૫૧ અને નીચામાં રૂ.૧૨૪૩ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫.૫૦ ઘટીને રૂ.૧૨૪૭ ના સ્તરે બંધ રહ્યો હતો. રબરના વાયદામાં માર્ચ વાયદો ૧૦૦ કિલોદીઠ રૂ.૧૬,૯૦૦ના ભાવે ખૂલી, નીચામાં રૂ.૧૬,૭૫૦ સુધી જઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૭ ઘટી રૂ.૧૬,૭૮૭ના સ્તરે બંધ થયો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૩૪૪૫૩ સોદાઓમાં કુલ રૂ.૨૪૭૮.૩૫ કરોડ ની કીમતનાં ૫૫૨૫.૮૮ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૫૩૧૦૭ સોદાઓમાં કુલ રૂ.૨૧૦૫.૨૦ કરોડ ની કીમતનાં ૩૨૧.૭૪૬ ટન, ક્રૂડ તેલમાં ૩૩૯૮૪ સોદાઓમાં રૂ.૨૧૮૬.૩૮ કરોડનાં ૫૦૯૧૦૦૦ બેરલ્સ, કોટનમાં ૧૨૫૪ સોદાઓમાં રૂ.૧૧૦.૧૮ કરોડનાં ૫૨૧૦૦ ગાંસડી, સીપીઓમાં ૨૨૫૭ સોદાઓમાં રૂ.૩૪૪.૭૩ કરોડનાં ૩૧૪૨૦ ટન, મેન્થા તેલમાં ૧૫ સોદાઓમાં રૂ.૧.૫૪ કરોડનાં ૧૬.૨ ટન, રબરમાં ૫૪ સોદામાં રૂ.૧.૧૦ કરોડનાં ૬૫ ટન, કપાસમાં ૯ સોદાઓમાં રૂ.૨૨.૪૫ લાખનાં ૩૬ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૦૨૨.૩૬૫ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૨૬.૨૬૭ ટન, ક્રૂડ તેલમાં ૬૧૨૪ બેરલ્સ, કોટનમાં ૨૭૩૬૭૫ ગાંસડી, સીપીઓમાં ૯૬૨૫૦ ટન, મેન્થા તેલમાં ૩૮.૮૮ ટન, રબરમાં ૬૩૮ ટન અને કપાસમાં ૧૦૮ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૫૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૩ અને નીચામાં રૂ.૧૨૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૧ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૬૪ અને નીચામાં રૂ.૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૬.૫ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૮૩૯ ખૂલી, ઊપરમાં રૂ.૯૧૫ અને નીચામાં રૂ.૭૫૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૯૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૦૨૪.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૭૧ અને નીચામાં રૂ.૧૮૫૬.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૫૦ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૧૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૩૩ અને નીચામાં રૂ.૭૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૨.૪ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૨૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૧૩ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૪ અને નીચામાં રૂ.૧૩૩.૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૧.૯ બંધ રહ્યો હતો.