ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદન અપાયું વાંકાનેર : વાંકાનેરમાં ભારતીય વિદ્યાર્થી મોરચા ગુજરાત પોલીસ દળમાં અનામત બેઠકો અંગે થયેલ અન્યાયનાં આક્ષેપો સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. રાજ્યપાલને અનુલક્ષીને અપાયેલ આવેદનપત્રમાં અનુસુચિત જાતિ, જનજાતિ, બક્ષીપંચની બેઠકો અંગે થયેલ અન્યાયનાં આક્ષેપો સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત પોલીસ દળ વર્ગ-3 પો. સ. ઇ. સવર્ગની જગ્યામાં ST, SC, OBC ની સંવિધાનીક અનામત જગ્યા પરિપૂર્ણ કરવા માંગ કરવામાં આવી હતી. ભારતીય વિદ્યાર્થી મોરચા દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું