મોરબી : મોરબીમાં પોલીસે સીરામીક સીટીના ફ્લેટ તેમજ મોરબી હળવદ હાઇવે ઉપર ઉચી માંડલ ગામની સીમ નેક્ષીયોન સીરામીક નજીક કાચા રસ્તા પાસે વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસે આ બન્ને આરોપીઓ સામે પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે બાતમીના આધારે સીરામીક સીટી જે-૧ ફ્લેટ નં. ૬૦૩ માં રેડ કરીને આરોપી મનોહરસિંહ ઉર્ફે મોહીતસિંહ અશોકસિંહ જાડેજા (ઉ.વ.૨૧, ધંધો-વેપાર, રહે. સીરામીક સીટી, જે-૧ ફ્લેટ નં. ૧૦૪, લાલપર, તા.જી. મોરબી, મુળ ગામ-ચુર, તા.જામજોધપૂર) ને ઇંગ્લીશ દારૂની ફાઇન દરબારી રેર વ્હિસ્કી ૭૫૦ મીલીની કાચની કંપની શીલ પેક બોટલો નંગ-૧૧ કી.રૂ. ૩,૮૫૦ નો મુદામાલ સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટાફે ગઈકાલે બાતમીના આધારે મોરબી-હળવદ હાઇવે, ઉચી માંડલ ગામની સીમ નેક્ષીયોન સીરામીક નજીક કાચા રસ્તા પાસે આરોપી ધર્મેન્દ્રભાઇ કામેશ્વર શાહ (ઉ.વ.૩૦, ધંધો-મજુરી, રહે. હાલ ઉચી માંડલ ગામની સીમમા, મોરબી) ને ઇંગ્લીશ દારૂની શીલ પેક બોટલ નંગ-૦૪ કી.રૂ. ૧,૨૦૦ ના મુદૃામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.