હળવદ : નવા ઘનશ્યામગઢમાં ધર્મજ ક્રોપ ગાર્ડ ફાઉન્ડેશન અને હેતલ ટ્રેડર્સ દ્વારા ધો. 6થી 8 ના વિદ્યાર્થીઓને વિધાર્થીદીઠ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે ધર્મજ ફાઉન્ડેશનના એમ્પ્લોયી સચીનભાઈ પારેજીયા, હાર્દિક પટેલ અને હેતલ ટ્રેડર્સના હળવદ કે. ડી. પટેલ તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત, દેવીપૂરમાં ધર્મજ ક્રોપ ગાર્ડ ફાઉન્ડેશન અને ચામુંડા ફર્ટીલાઈઝર-દેવીપુર દ્વારા ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને વિધાર્થીદીઠ એક-એક ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ધર્મજ એમ્પ્લોયી સચીનભાઈ પારેજીયા અને ચામુંડા ફર્ટીલાઈઝરના નવીનભાઈ સોનાગ્રા તેમજ શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.