મોરબી : મોરબીના પુલ નીચે મચ્છુ નદીના પટ્ટમાં કુદરતી હાજતે ગયેલા યુવાનને ઝેરી જનાવરે ડંખ મારતા તેનું ઝેરી અસરથી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની બી ડિવિઝન પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જોન્સનગર વિસ્તારમાં રહેતો હનીફભાઈ હસનભાઇ પઠાણ ઉ.વ.30 વર્ષનો યુવાન કુદરતી હાજતે મોરબીના પાડા પુલ નીચે આવેલ નદીના પટ વિસ્તારમાં ગયો હતો. તે દરમિયાન આ યુવાનને ત્યાંથી ઝેરી જનાવર કરડી જવાથી ગંભીર હાલતમાં સારવારમાં પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે રાજકોટ હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં મોરબી બી ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.