વાંકાનેર: ગુજરાત સહિત દેશભરમાં કોવિડ-19 સામે પ્રતિરોધક ક્ષમતાના વિકાસ માટે વેકસિનેશનની ઝુંબેશ પુરજોશમાં ચાલી રહી છે ત્યારે મોરબી જિલ્લામાં પણ તમામ તાલુકા કક્ષાએ રસીકરણ અભિયાન પુરપાટ વેગે ગતિ કરી રહ્યું છે. વાંકાનેરના મહિકા ગામે સબ સેન્ટર પર ચાલી રહેલી રસીકરણની કામગીરીમાં આસપાસના વયસ્કો રસી મુકાવી રહ્યા છે. ત્યારે લાલપર ગામની શાળાના પૂર્વ આચાર્ય અને મહિકા ગામના રહેવાસી અબ્દુલભાઇ સાજીભાઈ બાદીએ રસી મુકાવી હતી. આ તકે તેઓએ વેકસિન માટે હાલ લાયકાત ધરાવનારની શ્રેણીમાં આવતા તમામ લોકોએ સત્વરે વેકસિન મુકાવવી જોઈએ તેવી અપીલ કરી હતી. સોશિયલ મીડિયામાં ફેલાઈ રહેલા ભ્રામક પ્રચારથી દૂર રહી અન્યોને પણ વેકસિન લેવા માટે અબ્દુલભાઇ બાદીએ આગ્રહ કર્યો હતો.