મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ગઈકાલે બાતમીના આધારે મોરબીના સીરામીક સીટી રોડ મેલડીમાંનાં મંદીર પાસે આરોપી અજયભાઇ હસમુખભાઇ નિમાવત (ઉં.વ. ૩૫, ધંધો પ્રા.નોકરી, રહે. સીરામીક સીટી, એચ-૨ ફ્લેટ નંબર ૩૦૨, લાલપર, મોરબી) ને સ્ટ્રોંગ પ્રિમિયમ બીયર ૫૦૦ એમ.એલ ટીન-૧ કિં રૂ.૧૦૦ તથા પરપ્રાતીય બીયર ૬૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયર ૫૦૦ એમ.એલ. ટીન-૧ કિં રૂ.૧૦૦ મળી કુલ મુદામાલ કિં રૂ. ૨૦૦ સાથે ઝડપી.લીધો હતો. તેમજ બીજા બનાવમાં એ ડિવીઝન પોલીસ સ્ટાફે બાતમીના આધારે ગઈકાલે આરોપી ધીરજભાઇ ગોવિંદભાઇ ચાવડા (ઉ.વ.-૪૬, રહે. મોરબી, નવલખી રોડ, યમુનાનગર-૨, શેરી નં-૫) ને વીદેશી દારૂની શીલ બંધ બોટલ નંગ.૧ કિ.રૂ. ૩૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.