ક્રૂડ તેલમાં રૂ.૮નો મામૂલી સુધારો, કપાસ, કોટન, મેન્થા તેલમાં નરમાઈ: સીપીઓ, રબરમાં વૃદ્ધિ: પ્રથમ સત્રમાં રૂ.૧૨૬૯૧ કરોડનું ટર્નઓવર મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૧૯૪૮૧૮ સોદામાં રૂ.૧૨૬૯૧.૨૫ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં ચાંદીના વાયદાના ભાવમાં કિલોદીઠ રૂ.૧,૨૫૮નું ગાબડું પડ્યું હતું. સોનું પણ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૧૯ તૂટ્યું હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.૮ના મામૂલી સુધારા સામે નેચરલ ગેસ ઢીલું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ૮૬,૭૫૦ ગાંસડીના વોલ્યુમ સાથે ઓપન ઈન્ટરેસ્ટ ૨,૮૮,૩૨૫ ગાંસડીના સ્તરે રહ્યો હતો. કપાસ, કોટન અને મેન્થા તેલમાં નરમાઈના માહોલ સામે સીપીઓ અને રબરમાં વૃદ્ધિ હતી. કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૧૭૧૭૭ સોદાઓમાં રૂ.૬૪૯૭.૬૫ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪૯૭૪ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૦૪૦ અને નીચામાં રૂ.૪૪૬૩૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૧૯ ઘટીને રૂ.૪૪૮૦૨ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫૦ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૩૬૦૦૬ અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૮ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૪૪૭૧ થયા હતા, જ્યારે સોનું-મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૦૮ ઘટીને બંધમાં રૂ.૪૪૮૦૦ ના ભાવ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી મે કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૭૦૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૭૦૦૦ અને નીચામાં રૂ.૬૫૭૧૦ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૫૮ ઘટીને રૂ.૬૬૨૬૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ રૂ.૧૧૭૩ ઘટીને રૂ.૬૬૪૩૦ અને ચાંદી-માઈક્રો એપ્રિલ રૂ.૧૧૮૨ ઘટીને રૂ.૬૬૪૨૨ બંધ રહ્યા હતા. એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૩૬૫૩ સોદાઓમાં રૂ.૨૭૩૪.૩૧ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૪૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૦૨ અને નીચામાં રૂ.૪૩૯૬ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮ વધીને રૂ.૪૪૬૭ બંધ રહ્યો હતો. કૃષિ કોમોડિટીઝમાં ૩૮૫૩ સોદાઓમાં કુલ રૂ.૫૪૦.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન માર્ચ વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૫૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૫૫૦ અને નીચામાં રૂ.૨૧૧૬૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૧૦ ઘટીને રૂ.૨૧૩૦૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૧૨૦ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૫.૫ વધીને બંધમાં રૂ.૧૧૩૪.૨ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૪૮ ખૂલી, ઊપરમાં રૂ.૯૬૩.૮ અને નીચામાં રૂ.૯૪૮ રહી, અંતે રૂ.૯૫૧.૪ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૨૫૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૬૦ અને નીચામાં રૂ.૧૨૫૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૬.૫૦ ઘટીને રૂ.૧૨૫૬ ના સ્તરે બંધ રહ્યો હતો. વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૪૫૪૧ સોદાઓમાં કુલ રૂ.૨૮૪૭.૪૫ કરોડ ની કીમતનાં ૬૩૫૦.૦૯૭ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૯૨૬૩૬ સોદાઓમાં કુલ રૂ.૩૬૫૦.૨૦ કરોડ ની કીમતનાં ૫૫૦.૫૯૨ ટન, ક્રૂડ તેલમાં ૨૩૮૭૩ સોદાઓમાં રૂ.૧૫૯૨.૭૫ કરોડનાં ૩૫૭૫૨૦૦ બેરલ્સ, કોટનમાં ૧૬૨૬ સોદાઓમાં રૂ.૧૮૭.૪૪ કરોડનાં ૮૬૭૫૦ ગાંસડી, સીપીઓમાં ૨૦૭૩ સોદાઓમાં રૂ.૩૪૬.૬૦ કરોડનાં ૩૧૪૨૦ ટન, મેન્થા તેલમાં ૩૦ સોદાઓમાં રૂ.૩.૬૦ કરોડનાં ૩૭.૮ ટન, કપાસમાં ૧૭ સોદાઓમાં રૂ.૪૫.૧૯ લાખનાં ૭૨ ટનના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૨૦૪૭૬.૨૮૪ કિલો, ચાંદીના વાયદાઓમાં ૫૫૭.૫૦૪ ટન, ક્રૂડ તેલમાં ૪૮૭૯ બેરલ્સ, કોટનમાં ૨૮૮૩૨૫ ગાંસડી, સીપીઓમાં ૧૦૨૧૪૦ ટન, મેન્થા તેલમાં ૪૧.૦૪ ટન અને કપાસમાં ૧૦૪ ટનના સ્તરે રહ્યો હતો. સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૭૧.૫ ખૂલી, ઊપરમાં રૂ.૩૧૪ અને નીચામાં રૂ.૧૮૩ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨૮ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો માર્ચ કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૫૩૧ અને નીચામાં રૂ.૨૮૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૯૮ બંધ રહ્યો હતો. ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૫૦૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૫૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૫૦ અને નીચામાં રૂ.૪૬૩.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮૧.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૭૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૫૦ અને નીચામાં રૂ.૧૭૬૨ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૦૭૯ બંધ રહ્યો હતો. ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૫૦૦ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૮૬.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૮૮.૨ અને નીચામાં રૂ.૮૬.૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૨.૬ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૪૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો એપ્રિલ કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૬૬.૧ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૩.૫ અને નીચામાં રૂ.૧૪૪.૪ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૬૦.૪ બંધ રહ્યો હતો.