બી ડિવિઝન પોલીસે સપાટો બોલાવી નવ ડમ્પર ડિટેઇન કર્યા મોરબી : મોરબી શહેર જિલ્લાના યમદૂત બનીને ફરી રહેલા નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકોના ત્રાસ મામલે જાગૃત નાગરિકની ફરિયાદ બાદ મોરબી અપડેટમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલને પગલે બી ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી કાળ બનીને ફરતા નવ ડમ્પર ડિટેઇન કરી ડમ્પર ચાલક - માલિક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાએ મોરબી શહેર તથા જીલ્લા વિસ્તારમાં નંબર વગરનાં ચાલતા ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવા કડક સુચના આપતા આ સુચનાને અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક રાધીકા ભારાઇના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પીઆઇ આઇ.એમ.કોંઢિયા તથા પોલીસ સ્ટાફનાં માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન નવ નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલકોને ઝડપી લીધા હતા. બી ડિવિઝન પોલીસે (1) રાકેશભાઇ વાલજીભાઈ ટાંક રહે. કાંતીનગર મોરબી-ર વાળા ડમ્પર રજી.નં. જીજે-૩૬.ટી.પ૯૩૬ (2) વિજયભાઇ ભલુભાઇ મહેડા રહે. ટીંબડી પાટીયા પાસે તા.જી.મોરબી વાળા આઇવા ટ્રક જી.જે.૧૨એયું 5159 (3) રમેશભાઇ ભગાભાઈ ડાભી રહે. મહિસાગર વાળા મહિન્દ્રા ડમ્પર રજી.નં. જીજે-૦૫-ડી એક્ષ-૯૨૭૧ (4) મનોજભાઇ લુખીરામ હોસદા રહે. જયદીપ સ્ટોન તા.જી.મોરબી વાળા આઇવા ટ્રક રજી.નં. જીજે-૧૬-ઝેડ-૩૩૬૪ (5) કનિકરામ તુલસીરામ ચૌધરી રહે. ટીંબડી પાટીયા તા.જી.મોરબી વાળા ટાટા ડમ્પર રજી.નં. જીજે-૧૨-બીટી-૪૫૭૪ (6) રમેશભાઈ પુંજાભાઈ ઠાકોર રહે મિતાણા વાળા અશોક લેલન ડમ્પર રજી.ને જીજે-૦૩-બીડબલ્યુ-૦૧૪૧ (7) ઝાલાભાઇ બહાદુરભાઇ દેકાવાડેયા રહે.ખેતરડી તા.હળવદ જી.મોરબી વાળા ચટા ટોરસ રજી.નં.જીજે-૩૬.વી-૮૫૩૯ (8) કરશનભાઇ સઇતાભાઇ દેકાવાડીયા રહે ખેતરડી તા.હળવદ જી.મોરબી વાળા ટાટા ટોરસ રજી.ને જીજે-36-વી 9539 તથા (9) દિનેશભાઇ લાલજીભાઇ લોદરીયા રહે. સુખપર ગામ તા.હળવદ જી.મોરબી વાળા ટાટા ટોરસ રજી.નં.જીજે-૩૬-ટી ૯૧૪૮ વાળાને ડિટેઇન કરવામાં આવ્યા છે.