મોરબીમાં તસ્કરોનો ફરી તરખાટ : એક મકાન અને એક મંદિરને બનાવ્યા નિશાન બે દિવસમાં તસ્કરોએ ચોરીના બનાવને અંજામ આપી બે સ્થળેથી રોકડ રકમ ઉઠા ગયા, વારંવાર ચોરીના બનાવથી સ્થાનિકોમાં રોષ મોરબી :મોરબીમાં ફરી તસ્કરોએ તરખાટ મચાવ્યો છે.છેલ્લા બે દિવસથી ચોરીના બનાવો બની રહ્યા હોવાનું સામે આવ્યું છે.જેમાં તસ્કરોએ એક મકાન અને એક મંદિરને.નિશાન બનાવ્યા હોવાનું જાણવા મળ્યું છે.જો કે અવારનવાર ચોરીના બનાવો બનતા હોવાથી પોલીસ નાઈટ પેટ્રોલીગ સઘન વનાબે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે. મોરબીના શનાળા ચોકડી પાસે રાજપર ગામ તરફ જવાના રસ્તે પટેલ સમાજ વાડી સામે આવેલ ભગડા મામાના મંદિરમાં પરમ દિવસે રાત્રે તસ્કરો ત્રાટકયા હતા અને આ મંદિરની દાનપેટી તોડીને રોકડ આશરે 4 થી 5 હજાર જેટલી રોકડ રકમ તસ્કરો ઉઠાવી ગયા હતા.આ ઉપરાંત ગઈકાલે રાત્રે શનાળા પ્લોટ વિસ્તારમાં તસ્કરોએ પડાવ નાખ્યો હતો.પરંતુ લોકો જાગી જતા તસ્કરોને ફોગટ ફેરો થયો હતો.તે ઉપરાંત મોરબીના વાવડી રોડ પર આવેલ કેજીએન સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો હતો.જેમાં આ મકાનના તાળા તોડી તસ્કરો કબાટમાં રહેલા બે ગલ્લામાંથી અંદાજે રૂ.40 હજારની ચોરી કરી ગયા હતા.આ રોકડ રકમ મહોરમ માટે એકઠી કરેલી હોવાનું મકાન માલીકે જણાંવ્યું હતું.સાથેસાત વાવડી રોડ ઉપર અન્ય મકાનમાં પણ ચોરી થઈ હોવાના અહેવાલ મળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાવડી રોડની આ સોસાયટી વિસ્તારમાં છેલ્લા 10-15 દિવસે નાની મોટી ચોરીના બનાવો બને છે.છેલ્લા ઘણા સમયથી આવી રીતે ચોરીના બનાવો બનતા હોવાથી સ્થાનિકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ તેમના વિસ્તારમાં પાછળ નાની કેનાલ નીકળતી હોય તસ્કરોએ ચોરી કરીને અહીંથી ભાગી જાય છે.આ બાબતે પોલીસને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરતા તરસ્ક્રો બેકાબુ બન્યા છે.