9 પરીક્ષા કેન્દ્રોમાં આજે લેવાયેલી પરીક્ષામાં 2177 માંથી 954 ઉમેદવારોએ પરીક્ષા આપી મોરબી : મોરબીમાં આજે 9 પરીક્ષા કેન્દ્રોમાં જીપીએસસી વર્ગ-1-2ની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.જો કે, જીપીએસસી વર્ગ 1-2ની પરીક્ષામાં 1223 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.જ્યારે 9 પરીક્ષા કેન્દ્રોમાં આજે લેવાયેલી પરીક્ષામાં 2177 માંથી 954 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. મોરબીની એસ.વી.પટેલ કન્યા વિધાલય, ડી.જે.પટેલ કન્યા વિધાલય, નવયુગ વિધાલય, ઘ વીસી ટેક્નિકલ હાઇસ્કુલ, નીલકંઠ વિધાલય, સાર્થક વિધાલય, નિર્મલ વિધાલય, ઉમા વિદ્યા સંકુલ, સેન્ટ મેરી સ્કૂલ એમ નવ પરીક્ષા કેન્દ્રોમાં આજે ગુજરાત વહીવટી સેવા વર્ગ -1, ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની પ્રિલીમેનરી પરીક્ષા લેવામાં આવી હતી.આ પરીક્ષા માટે કુલ નોંધાયેલા 2177 ઉમેદવારોમાંથી 1223 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.જ્યારે 954 ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા હતા.આ જીપીએસસીની પરીક્ષા એકદમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ હતી.