બ્રહ્મ સમાજના નવનિયુક્ત પ્રમુખ ને ચોતરફથી મળતી શુભકામનાઓ હળવદ: આજરોજ હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ પદે જિજ્ઞાસુભાઈ (મુન્નાભાઈ )પંચોલીની વરણી કરવામાં આવી છે નવનિયુક્ત પ્રમુખ ને બ્રહ્મ સમાજ તેમજ અન્ય સમાજના આગેવાનોએ અભિનંદન પાઠવ્યા હતા આજરોજ હળવદ બ્રહ્મ સમાજની એક મિટિંગ મળી હતી આ મિટિંગમાં દરેક તડના સભ્યો દ્વારા પ્રમુખ પદ નક્કી કરવામાં આવ્યુ હતું જેમાં હળવદ બ્રહ્મ સમાજના પ્રમુખ પદે જીજ્ઞાસુભાઈ ઉર્ફે મુન્નાભાઈ પંચોલીની વરણી કરવામાં આવી છે જેથી નવનિયુક્ત પ્રમુખ ને હળવદ બ્રહ્મ સમાજના અગ્રણીઓ તેમજ અન્ય સમાજના આગેવાનોએ પણ અભિનંદન પાઠવ્યા છે