મોરબી : મોરબી તાલુકા ભાજપ દ્વારા ધનજીભાઇ દંતાલીયા અને રાકેશ કાવરને મોરબી તાલુકામાં ચાલતા કોરોના રસીકરણ અભિયાન અન્વયે ઇન્ચાર્જ તરીકે નિયુક્ત કરવામાં આવેલ છે. મોરબી તાલુકામાં કોઇપણને કોરોના રસી બાબતે કોઇપણ પ્રશ્ન હોય તો આ બન્ને વ્યકિતને પુછી શકાશે. તેમજ દરેક કાર્યકર્તા પોતાના રહેઠાણની આસપાસ ચાલતા રસીકરણ અભિયાનમાં ભાજપના કાર્યકર્તા તરીકે જોડાઇને લોકોને મદદરૂપ બને તેવી અપિલ મોરબી તાલુકા ભાજપ દ્વારા યાદીમાં અપીલ કરવામાં આવી છે.