મોરબી : મોરબીમાં રહેતા મેરજા પરિવારના સ્વ. મિત મહેશભાઈ મેરજા અને હર્ષ મહેશભાઈ પરમારની બીજી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પક્ષીઓને પીવાના પાણીના કુંડા અને ચકલીના ઘરનું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે. આ વિતરણ આવતીકાલે તા. 21ના રોજ સવારે સવારે 9થી 1 કલાકે અને સાંજે 4 થી 6 કલાકે રવાપર-ઘુનડા રોડ પર માધવ ગૌશાળા પહેલા કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે કરવામાં આવશે.