ઝડપાયેલો દારૂ સંગ્રહિત કરનાર બુટલેગર ફરાર મોરબી: મોરબી સીટી.એ.ડીવી. પોલીસ સ્ટે. વિસ્તારમાં નવલખી રોડ, રેલવે કોલોની, મફતિયાપરામાં જીગ્નેશ રૈયાભાઈ ટોટાની રહેણાંક ઓરડીમાંથી ભારતીય બનાવટના દારૂની 14 બોટલ કિંમત રૂપિયા 5250 ઝડપી પાડી હતી. આ રેડ દરમ્યાન આરોપી હાજર નહિ મળી આવતા પોલીસે પ્રોહીબિશન એક્ટની કલમ હેઠળ ગુન્હો નોંધી જીગ્નેશને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. નાસી છૂટેલા આરોપીની શોધખોળ એ.ડિવિઝનના પોલીસ હેડ કોન્સેબલ પી.જે. પરમાર ચલાવી રહ્યા છે.