કોટનના વાયદાના ભાવમાં સેંકડા ઘટ્યા: સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં ૩૫૪ પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં ૧૭૮ પોઈન્ટની મૂવમેન્ટ સોનાના વાયદાના ભાવમાં રૂ.૭૨ અને ચાંદીમાં રૂ.૨૦૨ની વૃદ્ધિ : ક્રૂડ તેલ ઢીલું : બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ મુંબઈ: કોમોડિટી ડેરિવેટિવ્ઝમાં દેશના અગ્રણી એક્સચેન્જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (એમસીએક્સ) પર ૧૨થી ૧૮ માર્ચના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે વૃદ્ધિ રહી હતી, જ્યારે બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ વાયદાના ભાવમાં હતું. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઢીલાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં રૂ (કોટન)ના વાયદાના ભાવમાં સેંકડા ઘટી આવ્યા હતા, જ્યારે કપાસમાં સુધારો ભાવમાં થયો હતો. ક્રૂડ પામતેલ અને મેન્થા તેલમાં સાર્વત્રિક નરમાઈનો માહોલ હતો, જ્યારે રબર સુધર્યું હતું. વિશ્વબજારની વાત કરીએ તો, સપ્તાહના અંતે આ લખાય છે ત્યારે ડોલર ઈન્ડેક્સ ૦.૦૩ ટકા ઘટીને ૯૧.૮૪૩ના સ્તરે બોલાઈ રહ્યો હતો. અમેરિકામાં બોન્ડ-ટ્રેઝરી યિલ્ડ વધીને જાન્યુઆરી ૨૦૨૦ પછીની ટોચે પહોંચી, અંતે ૧.૬૯ ટકા ઘટી ૧.૭૦ ટકાના સ્તરે રહ્યું હતું. સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનું ૧ ઔંશદીઠ ૦.૦૮ ટકા ઘટી ૧૭૩૧ ડોલરના સ્તરે અને ચાંદી ૧ ઔંશદીઠ ૦.૯૭ ટકા ઘટી ૨૬.૦૯ ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા હતા. આ સામે ડબલ્યુટીઆઈ ક્રૂડ તેલ ૦.૩૭ ટકા વધી ૬૦.૨૦ ડોલર અને બ્રેન્ટ ક્રૂડ તેલ ૦.૩૮ ટકા વધી ૬૩.૫૨ ડોલરના સ્તરે બોલાઈ રહ્યા હોવાના સમાચાર હતા.ઘરેલૂ બજારની વાત કરીએ તો, ગુરૂવારે અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ ૯૯.૫૦ના રૂ.૪૬,૪૦૦ અને ૯૯.૯૦ના રૂ.૪૬,૬૦૦ બોલાઈ રહ્યા હતા, જ્યારે ચાંદીનો હાજર ભાવ કિલોદીઠ રૂ.૬૮,૫૦૦ બોલાઈ રહ્યો હોવાનું બજારના જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. હવે વાયદા બજારની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, એમસીએક્સ પર કીમતી ધાતુનો સૂચકાંક બુલડેક્સનો માર્ચ વાયદો ૧૪,૨૬૫ના સ્તરે ખૂલી, ઊંચામાં ૧૪,૪૪૭ અને નીચામાં ૧૪,૦૯૩ના મથાળે અથડાઈ સપ્તાહ દરમિયાન ૩૫૪ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૭ પોઈન્ટ (૦.૧૨ ટકા) વધીને ૧૪,૩૨૭ના સ્તરે બંધ થયો હતો, જ્યારે બિનલોહ ધાતુઓનો સૂચકાંક મેટલડેક્સનો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૩,૮૩૬ના સ્તરે ખૂલી, સપ્તાહ દરમિયાન ૧૭૮ પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે ૧૫૦ પોઈન્ટ (૧.૦૮ ટકા) ઘટીીને ૧૩,૭૯૦ના સ્તરે બંધ થયો હતો. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪,૭૪૧ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪૫,૨૯૯ અને નીચામાં રૂ.૪૪,૨૭૧ના સ્તરને સ્પર્શી, સપ્તાહના અંતે રૂ.૭૨ (૦.૧૬ ટકા)ની વૃદ્ધિ સાથે રૂ.૪૪,૯૫૧ના સ્તરે બંધ થયો હતો. ગોલ્ડ-ગિનીનો માર્ચ વાયદો ૮ ગ્રામદીઠ રૂ.૩૬,૦૧૨ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૨ (૦.૧૨ ટકા)ના ભાવવધારા સાથે રૂ.૩૬,૧૨૦ થયો હતો, જ્યારે સોનાનો મિની એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૪,૭૪૦ના સ્તરે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૬૬ (૦.૧૫ ટકા) વધી રૂ.૪૪,૯૪૨ના સ્તરે બંધ થયો હતો.ચાંદીના વાયદાઓમાં એમસીએક્સ ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.૬૭,૨૦૦ ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૬૮,૪૭૦ અને નીચામાં રૂ.૬૫,૯૩૩ના સ્તરને સ્પર્શી, સમીક્ષા હેઠળના સપ્તાહના અંતે રૂ.૨૦૨ (૦.૩૦ ટકા) વધીને રૂ.૬૭,૭૪૭ના સ્તરે બંધ થયો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.૪,૮૧૫ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૪,૮૪૫ અને નીચામાં રૂ.૪,૪૪૨ બોલાઈ, સપ્તાહના અંતે રૂ.૩૫૦ (૭.૨૭ ટકા)ના ભાવઘટાડા સાથે બંધમાં રૂ.૪,૪૬૫ના ભાવ થયા હતા.ક્રૂડ પામતેલ (સીપીઓ)નો માર્ચ વાયદો ૧૦ કિલોદીઠ રૂ.૧,૧૩૯ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૪૨.૬૦ (૩.૭૪ ટકા)ની નરમાઈ સાથે રૂ.૧,૦૯૫.૫૦ના ભાવે બંધ થયો હતો, જ્યારે મેન્થા તેલનો માર્ચ વાયદો કિલોદીઠ રૂ.૯૬૦ ખૂલી, સપ્તાહના અંતે રૂ.૭.૩૦ (૦.૭૬ ટકા) ઘટી બંધમાં રૂ.૯૫૨.૭૦ના ભાવ રહ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-૨૧ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧,૨૬૦.૫૦ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.૧૭ (૧.૩૫ ટકા) વધી રૂ.૧,૨૭૭.૫૦ના સ્તરે બંધ થયો હતો, જ્યારે રૂ (કોટન)નો માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે ગાંસડીદીઠ રૂ.૨૨,૧૦૦ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.૨૨,૩૪૦ અને નીચામાં રૂ.૨૧,૮૨૦ના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે રૂ.૨૦૦ (૦.૯૦ ટકા)ના ભાવઘટાડા સાથે રૂ.૨૧,૯૧૦ના સ્તરે બંધ થયો હતો.