વાંકાનેર : ગેલમાતાજી મંદિર ટ્રસ્ટ - ધમલપર દ્વારા નિ:શુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા. 21ને રવિવારના રોજ સવારે 9થી 12 કલાકે મકતાનપરમાં મકતાનપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ડો. એસ. એચ.પાસલીયા (M.D.), ડો. રજનીક વોરા M.S. (Ortho/હાડકાના સર્જન) તેમજ ડો. યાસીન એલ. ગઢીયા M.D. & ડો. રીઝવાનાબેન વાય. ગઢીયા (M.D./પ્રસુતી અને સ્ત્રીરોગના નિષ્ણાંત દ્વારા સેવા આપવામાં આવશે. વધુ વિગત માટે મો. નંબર 98987 56730 પર સંપર્ક કરી શકાશે.