મોરબી : મોરબીના લખધીરપુર રોડ અને ઘુંટુ રોડ પરની સીરામીક ફેકટરીઓમાં વારંવાર વિજકાપથી માલની નુકશાની વેઠવી પડી રહી છે.આથી મોરબી તાલુકા ભાજપ પ્રમુખે ઉર્જામંત્રીને રજુઆત કરી સીરામીક ઉધોગમાં નિયમિત પાવર સપ્લાય આપવાની માંગ કરી છે. મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાસદડીયાએ રાજ્યના ઉર્જામંત્રીને રજુઆત કરી હતી કે, પીજીવીસીએલના લાલપર સબ ડિવિઝન હેઠળના લખધીરપુર રોડ અને ઘુંટુ રોડ પરના ઉધોગકારોની ફરિયાદ મુજબ લખધીરપુર રોડ સબ સ્ટેશન, ત્રાજપર સબ સ્ટેશન, મહેન્દ્રનગર સબ સ્ટેશનમાંથી આશરે 20 ઔધોગિક ફીડરમાં છેલ્લા ત્રણ દિવસમાં 22 કલાક સુધી પાવર સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો.ઉધોગકારોના જણાવ્યા મુજબ છેલ્લા બે મહિનામાં અવારનવાર પાવર સપ્લાયમાં સ્ટ્રીપિંગ (ચાલુ બંધ) આવવાથી સીરામીક ફેકટરીઓ કિલનમ રોલ ભાંગતૂટ ટીવ તેમજ ઇલે.મોટરો બળી જવાથી ટાઇલ્સની ગુણવત્તા બગડે છે.અને ઉધોગકારોનસ ભારે નુકશાન સહન કરવું પડે છે.હાલના સંજોગોમાં હરીફાઈમાં આવડી મોટી નુકશાની પરવડે એમ ન હોવાથી તાત્કાલિક ધોરણે વીજ ફોલ્ટ દૂર કરીને ઉધોગકારોને નિયમિત પાવર સપ્લાય મળે તેવી માંગ કરી છે.