મોરબી : મોરબીમાં ઝેરી દવા પી લેનાર વૃદ્ધાનું મોત નીપજ્યું હતું. આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના શનાળા બાયપાસ નજીક આવેલ બાલાજી એપાર્ટમેન્ટમાં રહેતા હર્ષિદાબેન હરેન્દ્રભાઇ મહેતા (ઉ.વ.65) નામના વૃદ્ધાએ તા.19 ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી જતા તેઓનું મોત નિપજ્યું હતું. બાદમાં તેંમના મૃતદેહને પીએમ અર્થે મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. એ ડિવિઝન પોલીસે આ બનાવની નોંધ કરી બનાવનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનના પો.હેડ કોન્સ. એચ.એમ.ચાવડા ચલાવી રહ્યા છે.