મોરબી : આજે તા. 20 માર્ચના રોજ 'વિશ્વ ચકલી દિવસ' છે. જે નિમિત્તે મોરબીમાં પ્રમુખ ગ્રુપ દ્વારા આવતીકાલે તા. 21ના રોજ રવિવારે સવારે 8-30 વાગ્યાથી અવની ચોકડી નજીક નિર્મલ વિદ્યાલય પાસે ચકલીના માળા અને પક્ષીઓને પીવાના પાણીના પરબિયાનું વિતરણ કરવામાં આવશે. આ વિતરણ વિનામૂલ્યે કરવામાં આવશે.