મોરબી : ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજરાત સરકાર) ગાંધીનગર પ્રેરિત આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી જિલ્લા દ્વારા આજે તા. 19/3/2021ના દિવસે મોરબીની સબ-જેલ ખાતે કોરોના અંગે જાગૃતિ લાવવા માટે જેલનાં કેદીઓને 16 પ્રકારનાં બેનર તથા 130 જેટલી માહીતીઓ આપવામાં આવી છે. મોરબીમાં સબજેલના જેલર એલ. વી. પરમાર તથા સ્ટાફ મેમ્બરોએ સારી વ્યવસ્થા કરી આપી હતી. જેનો આર્યભટ્ટ લોકવિજ્ઞાન દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમ કેન્દ્રના એલ. એમ. ભટ્ટ અને દિપેન ભટ્ટ દ્વારા યાદીમાં જણાવાયું છે.