માળીયા મી.: તાજેતરમાં યોજાઈ ગયેલી જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી બાદ હોદ્દેદારોની વરણીની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે માળીયા મી. નગરપાલિકામાં પ્રમુખ તરીકે હારુનભાઈ હબીબભાઈ સંઘવાણી અને ઉપપ્રમુખ તરીકે રહીમભાઈ રાજા બિનહરીફ જાહેર થયા છે. ઉલ્લેખનીય છે કે પ્રમુખ તેમજ ઉપપ્રમુખ બન્ને આ ટર્મમાં રિપીટ થયા છે.