મોરબી : મોરબીની મચ્છીપીઠમાં વિજશોક લાગતા મહિલાનું મોત નીપજ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મચ્છીપીઠ વિસ્તારમાં રહેતા શહીદાબેન હસનભાઇ મીયાણા (ઉ.વ-૪૫) નામના મહિલાને ગઈકાલે તા.૧૭ ના રોજ ઇલે. શોર્ટ લાગતા તેમને ગંભીર હાલતમાં સારવાર અર્થે તાત્કાલિક મોરબીની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટરે આ મહિલાને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.