મોરબી : મોરબીમાં બાતમીના આધારે અલગ અલગ સ્થળેથી વિદેશી દારૂની બોટલો સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસે આ ત્રણેય આરોપીઓ સામે વિદેશી દારૂની હેરાફેરીનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસે ગત તા.૧૬ ના રોજ બાતમીના આધારે મોરબી શનાળા રોડ ક્રિષ્ના હોસ્પીટલની સામે આરોપીઓ સુનિલભાઇ ભાણજીભાઇ આંબલીયા (ઉ.વ.૩૦, રહે. મોરબી-૨ સોઓરડી, ચામુંડાનગર) તથા આરીફભાઇ આદમભાઇ કટીયા (ઉ.વ.૨૧, રહે.મોરબી, જુના બસસ્ટેન્ડ પાછળ, મસ્તાનશાપીરની દરગાહની બાજુમાં) ને વીદેશી દારૂની શીલ બંધ બોટલ નંગ.૩ કિ.રૂ. ૯૦૦ નો મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે બીજા બનાવમાં પોલીસે ગઈકાલે તા.૧૭ ના રોજ મોરબીના જુના બસ સ્ટેશન પાસે રોડ ઉપર આરોપી નાનજીભાઈ ધનાભાઈ મણવર (ઉ.વ.૨૯, ધંધો મજુરી રહે. રામવા ગામ તા. રાપર, જિ.કચ્છ) ને ઇંગ્લીશ દારૂની કાચની શીલ બંધ બોટલ નંગ-૨૦ જેની કિ.રૂા. ૭,૫૦૦ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.