ABVP દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું મોરબી : મોરબી ABVP દ્વારા એલ.ઇ.ગર્વમેન્ટ પોલીટેકનિક કોલેજના વિધાર્થીઓ ના પીવાના પાણીના પ્રશ્નને લઈ મોરબી જિલ્લા કલેકટરને રજૂઆત કરી આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ વિદ્યાર્થીઓના પીવાના પાણીનો પ્રશ્ન હલ કરવાની માગણી કરી હતી. મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજુઆત કરી હતી કે, મોરબીની એલ.ઇ. ગર્વમેન્ટ પોલીટેકનિક કોલેજ મહેન્દ્રનગર ખાતે વિધાર્થીઓને છેલ્લા બે વર્ષોથી પીવાના પાણીને લઈને હાલાકી ભોગવી પડી રહી છે. વિધાર્થીઓએ અવાર નવાર પ્રિન્સિપાલ સમક્ષ રજૂઆત છતાં પાણીના પ્રશ્નનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી. તેમજ ત્યાં રહેતા હોસ્ટેલના વિધાર્થીઓને પણ વાપરવાના ખારા પાણીને લીધે સ્કિનના રોગ થયા છે. તેથી, ABVP મોરબી શાખા દ્વારા મોરબી જીલ્લા કલેકટરને આવેદન પત્ર આપી માંગ કરવામાં આવી કે વિઘાર્થીઓને પીવાનું પાણી જે પ્રાથમિક જરૂરિયાત છે. તેમજ હોસ્ટેલના વિઘાર્થીઓને સારું પાણી મળી રહે તેમજ ટૂંક જ સમયમાં વિઘાર્થીના હિતમાં નિર્ણય આવે તેવી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખાની સમગ્ર ટીમ સ્પષ્ટ માંગ કરી હતી.