મોરબી : ધૈર્યરાજસિંહ રાઠોડને ગંભીર રોગ સામે લડત આપવા માટે મોરબીમાં ઠેર-ઠેર વિવિધ સંસ્થાઓ દ્વારા લોકો પાસેથી ફાળો એકત્ર કરવામાં આવી રહ્યો છે. અને લોકો પણ યથાશક્તિ દાન આપી રહ્યા છે. ત્યારે ગત તા. 12ના રોજ સત્ દેવીદાસ ગ્રુપના મેમ્બર તરફથી રૂ. 5,400, તા. 15ના રોજ તેજાભાઇ ડાયાભાઇ બાર (જય દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ) તરફથી રૂ. 27,000 દાનમાં આપવામાં આવ્યા છે. તેમજ તા. 17ના રોજ જય દ્વારકાધીશ ટ્રાન્સપોર્ટ, સનગ્લોસ સિરામિક અને સત્ દેવીદાસ ગ્રુપ દ્વારા હાઇવે પર કેમ્પ યોજી રૂ. 60,020નો ફાળો એકત્ર કરવામાં આવ્યા હતા. અને ગઇકાલે તા. 17ના રોજ લાલપર ગામના બાળકો દ્વારા રૂ. 1480નો ફાળો આપવામાં આવ્યો છે. આમ, ધૈર્યરાજસિંહ રાઠોડને કુલ રૂ. 93,900નું અનુદાન આપવામાં આવ્યું છે.