10 ફોર્મ ભરાયા હતા 6 એ પાછા ખેચ્યા : ધારાસભ્ય ગ્રુપની ખેતી બેંકમાં એન્ટ્રી! હળવદ : ધ ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ બેંક લિ. (ખેતી બેંક)ની ચૂંટણી તાજેતરમાં જાહેર થઈ હતી અને આ બેંકની ચૂંટણીમાં હળવદમાં બે પ્રતિનિધિની જગ્યા પર 5 દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે ૨ સભ્યોની જગ્યા પર પણ ૫ દાવેદારોએ ફોર્મ ભર્યા હતા. જો કે, જે ફોર્મ ભર્યા હતા તે તમામ ભાજપના સમર્થકો હતા અને આખરે છેલ્લી ઘડીએ ૨ પ્રતિનિધિ જગ્યા પર અને ૨ સભ્યની જગ્યા બિનહરીફ જાહેર થઈ છે. ખેતી બેંકમાં પ્રતિનિધિની બે જગ્યા પર ધીરુભા ઝાલા અને ઘનશ્યામભાઈ ગોહિલ બિન હરીફ થયા છે. જ્યારે બે સભ્યની જગ્યામાં પણ ભરતભાઈ દલવાડી અને સુરેશભાઈ એરવાડીયા બિનહરીફ જાહેર થયા છે. આમ, ખેતી બેંકની ચૂંટણીમાં હળવદની સીટો બિનહરીફ જાહેર થઈ છે. ધારાસભ્ય સાબરીયા ગ્રુપની ખેતી બેંકમાં એન્ટ્રી.! હળવદ ખેતી બેંકમાં બે પ્રતિનિધિ અને બે સભ્યની જગ્યા બિનહરીફ થઈ છે. જોકે, આ જગ્યા માટે હળવદ ભાજપના બંને ગ્રુપ દ્વારા ભારે મહેનત કર્યાનું પણ જાણવા મળી રહ્યું છે. અને આખરે ધારાસભ્ય જૂથએ પ્રતિનિધિ ની એક જગ્યા મેળવવામાં સફળતા મેળવી હોય તેવું લાગી રહ્યું છે.