બે શખ્સોએ પીવીસીના પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યાની ફરિયાદ નોંધાઈ હળવદ :હળવદ માર્કેટીંગ યાર્ડમા અકસ્માતમા ગાડીને થયેલ નુકશાનીના વધુ પૈસા મેળવવા માટે યુવાનને બે શખ્સોએ પીવીસીના પાઈપથી ફટકાર્યો હતો. આથી, બે શખ્સોએ યુવાનને પીવીસીના પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યાની હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ મારામારીના બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી ભુપતભાઇ હેમુભાઇ મકવાણા (ઉ.વ.42, ધંધો. ખેતી, રહે. રાતાભેર, તા.હળવદ) એ આરોપીઓ જયદીપ માવજીભાઇ દલવાડી (રહે. જુના અમરાપર, તા. હળવદ), દીપકભાઇ ઇશ્વરભાઇ ચાવડા (રહે. સાપકડા, તા.હળવદ) સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૧૩ ના રોજ સવારના દશેક વાગ્યાના અરસામા હળવદ માર્કેટીંગ યાર્ડમા બંને આરોપીઓએ અકસ્માતમા ગાડીને થયેલ નુકશાનીના વધુ પૈસા મેળવવા માટે ફરીયાદીને પીવીસી પાઇપ અને ઢીકાપાટુથી મુંઢમાર મારી જેમ ફાવે તેમ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી તેમજ પોતે પોલીસ નહી હોવા છતા પોલીસની ઓળખ આપીને ધમકી આપી હતી.આ બનાવ અંગે ગઈકાલે યુવાને ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે બન્ને આરોપીઓ સામે ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.