વાંકાનેર : વાંકાનેર નજીક ગોળાઇમાં એસટી બસ અને કાર વચ્ચે ટક્કર થઈ હતી. આ બનાવની વધુમાં મળતી વિગતો મુજબ વાંકાનેર શહેરમાં આવેલા બસ સ્ટેન્ડ રોડ ઉપર ભારત ઓઇલ મીલ પાસે ગોળાઈમાં એસટી બસ અને એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પરંતુ સદભાગ્યે આ અકસ્માતની ઘટનામાં જાનહાની ન થયાના અહેવાલ મળ્યા છે.