કોરોનાના ખતરા વચ્ચે મુખ્ય પોસ્ટ ઓફિસમાં અનેક કર્મચારીઓ બીમાર મોરબી : સમગ્ર દેશમાં કોરોનાની નવી લહેર તરખાટ વચ્ચે મોરબીમા છેલ્લા ચારેક દિવસમાં સાત પોસ્ટમેન કોરોના પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. મોરબી પોસ્ટ ઓફિસના સતાવાર સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ છેલ્લા ચાર પાંચ દિવસમાં મોરબી શહેર અને જિલ્લામાં ફરજ બજાવતા સાત પોસ્ટમેન કોરોના પોઝિટિવ આવતા પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા અન્ય કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ અનેક કર્મચારીઓ બીમારી સબબ રજા ઉપર પણ ચાલ્યા જતા પોસ્ટ વિભાગની કામગીરીને અસર પડી છે. બીજી તરફ ટંકારા તેમજ વાંકાનેરમાં પણ પોસ્ટમેન પોઝિટિવ આવ્યાનું જણાવા મળ્યું હતું.